Connect Gujarat
ગુજરાત

ડાંગ : આહવા ખાતે જિલ્લા નિરીક્ષણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાય...

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી કાજલ ગામીતની અધ્યક્ષતામા તાજેતરમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા ખાતે જિલ્લા નિરીક્ષણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજવામાં આવી હતી.

ડાંગ : આહવા ખાતે જિલ્લા નિરીક્ષણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાય...
X

ડાંગ જિલ્લાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી કાજલ ગામીતની અધ્યક્ષતામા તાજેતરમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા ખાતે જિલ્લા નિરીક્ષણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજવામાં આવી હતી.

ડાંગ જિલ્લા ખાતે જિલ્લા નિરીક્ષણ સમિતિની યોજાયેલ ત્રિમાસિક બેઠક દરમિયાન અગાઉની બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઇ સર્વ સંમતિથી તેને બહાલી આપી હતી. જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ની કલમ-૫૪ મુજબ, જુવેનાઇલ જસ્ટીસ એકટ રૂલ્સના નિયમ ૪૨(૩) અને ૪૨ (૧૦) (I) અનુસાર સસ્થાનુ નિરીક્ષણ હાથ ધરી, તમામ સુવિધાઓ અને રજીસ્ટરોની ચકાસણી કરી, નિરીક્ષણ ફોર્મની માહિતી પણ તૈયાર કરવામા આવી હતી. સંસ્થામા રહેતા કુલ-૨૭ જેટલા અંતેવાસી બાળકોની અધ્યક્ષ અને સભ્યો દ્વારા રૂબરૂ મુલાકાત લઈ, તેમના શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, સહિત ઉપલબ્ધ સુવિધાઓની જાત માહિતી મેળવવામામાં આવી હતી.

સમગ્ર બેઠક દરમ્યાન સંસ્થા દ્વારા અંતેવાસી બાળકો માટે સંસ્થાની આસપાસ આવેલા અન્ય વિભાગના સરકારી મકાનો સંસ્થાના ઉપયોગર્થે ફાળવવાની પણ રજુઆત કરવામાં આવી હતી. બેઠક દરમિયાન અધ્યક્ષ સ્થાને કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને રાખીને સંસ્થામાં પ્રવેશપાત્ર અંતેવાસી બાળકોને, સરકારની માર્ગદર્શિકા મુજબ પાલન કરાવવા તથા સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવાનુ સૂચન કરાયું હતું, જ્યારે સંસ્થાના અંતેવાસી બાળકોની રસ-રૂચી પ્રમાણેના રમત-ગમતના સાધનોનો ઉપયોગ કરાવી, રમત વિશેનું જરૂરી માર્ગદર્શન આપી, બાળકોમાં રહેલી સૃષુપ્ત શકિતઓને ખિલવવા માટેના પ્રયત્નો હાથ ધરવા પણ જણાવાયું હતું.

Next Story