Connect Gujarat
ગુજરાત

ડાંગ : મોખામાળના સમૂહ લગ્નમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અપાયું યોજનાકીય માર્ગદર્શન

તાજેતરમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મોખામાળ ગામે યોજાયેલા સમૂહ લગ્નમાં, જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા, સરકારની જુદી જુદી યોજનાઓની જાણકારી સાથે માર્ગદર્શન પૂરૂ પડાયું હતું.

ડાંગ : મોખામાળના સમૂહ લગ્નમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અપાયું યોજનાકીય માર્ગદર્શન
X

તાજેતરમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મોખામાળ ગામે યોજાયેલા સમૂહ લગ્નમાં, જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા, સરકારની જુદી જુદી યોજનાઓની જાણકારી સાથે માર્ગદર્શન પૂરૂ પડાયું હતું.

દહેજ પ્રતિબંધક અધિકારી એસ.ડી.સોરઠિયા દ્વારા મળેલી વિગતો અનુસાર, ગત તા. ૯મી મે ૨૦૨૨ના રોજ મોખામાળ ગામે 'સાત ફેરા સમૂહ લગ્ન' યોજના અંતર્ગત સામાજિક સંસ્થા શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ દ્વારા, ૧૧૨ આદિવાસી દંપતિઓના સમૂહ લગ્નનુ આયોજન કરાયું હતું. દરમિયાન ઉક્ત કચેરી દ્વારા મહિલા શક્તિ કેન્દ્રના કર્મયોગીઓ દ્વારા અમલી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. જેમાં વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના જેવી યોજનાઓની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી. સાથે પ્રચાર સાહિત્યનું વિતરણ કરી, 'બેટી બચાવો-બેટી પઢાવો' વિષયક સમૂહ શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.

Next Story