Connect Gujarat
ગુજરાત

ડાંગ: સતત ચોથા દિવસે ગાજવીજ અને વાવાઝોડા સાથે ધોધમાર મેઘો વરસ્યો,ખેતીના પાકને નુકશાન

સાપુતારા ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોદમાર વરસાદ વરસતા અહીંનું વાતાવરણ આહલાદક બન્યું

X

હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગમાં છેલ્લા ત્રણ દિવસથી ઠેક ઠેકાણે કમોસમી વરસાદ વરસી વરસી રહ્યો છે જેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત પૂર્વપટ્ટી વિસ્તારોમાં છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતાં સર્વત્ર પાણી પાણી થઈ જવા પામ્યું હતું.

સાપુતારા ગિરિમથક ખાતે વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોદમાર વરસાદ વરસતા અહીંનું વાતાવરણ આહલાદક બન્યું હતું. જ્યારે તળેટીના માલેગામ, શામગાહન, જાખાના, ગલકુંડ, પાંડવા, ચીંચલી, ડોન વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડતા ખેતી પાકોમાં ભારે નુકસાન થવા સાથે પશુઓનો ઘાસચારો બગડી જતા પશુપાલકોની કફોડી સ્થિતિ સર્જાઈ હતી. હાલ ખેડૂતો વિવિધ શાકભાજી તેમજ તૈયાર ડુંગળીના પાકને વ્યાપક નુકસાન જશે તેમ ખેડૂત તરફથી વિગતો મળી હતી.

Next Story