Connect Gujarat
ગુજરાત

નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં કરાયો ફેરફાર, રાત્રિના 9 કલાક સુધી માતાજીના કરી શકાશે દર્શન

નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં કરાયો ફેરફાર, રાત્રિના 9 કલાક સુધી માતાજીના કરી શકાશે દર્શન
X

આસો નવરાત્રિને લઈ પાવાગઢ મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો સુદ એકમથી પૂનમ સુધી દર્શનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એકમ, આઠમ અને પૂનમનાં રોજ નિજ મંદિરનાં દ્વારા સવારે 4 વાગ્યે ખુલશે અને રાત્રિના 9 કલાક સુધી માતાજીના દર્શન કરી શકાશે. જ્યારે અન્ય દિવસો દરમિયાન મંદિરનાં દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રિના 9 ક્લાક સુધી મંદિરનાં દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

વર્ષનું બીજું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. ગ્રહણ બાદ તરત જ શારદીય નવરાત્રિ શરૂ થશે. શનિવારે, 14 ઓક્ટોબર, 2023 ના રોજ, સૂર્યગ્રહણ રાત્રે 8:34 વાગ્યે થશે, જે લગભગ 6 કલાક ચાલશે અને બપોરે 2:35 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ગ્રહણના પડછાયા હેઠળ નવરાત્રિ શરૂ થશે. ગ્રહણને શુભ માનવામાં આવતું નથી કારણ કે ગ્રહણના સમયે સુતક કાળ શરૂ થાય છે.

શારદીય નવરાત્રિની તારીખ સૂર્યગ્રહણના સમયે નક્કી કરવામાં આવશે. નવરાત્રિ તિથિ 14 ઓક્ટોબર, 2023 શનિવારના રોજ રાત્રે 11:24 કલાકે હશે, તે સમયે ગ્રહણનો સમયગાળો ચાલુ રહેશે. પરંતુ સૂર્યગ્રહણની અસર નવરાત્રિની પૂજા પર પડતી નથી. નવરાત્રિમાં ઘટસ્થાપનને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એટલા માટે નવરાત્રિની તારીખ શરૂ થયા પછી પણ ગ્રહણની કોઈ અસર નહીં થાય. કારણ કે ઘટસ્થાપનનો સમય સવારનો હશે. ઘટસ્થાપન સમયે સંપૂર્ણ વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ.

Next Story