જૂનાગઢ : ગરવા ગિરનારની લીલી પરિક્રમાન પ્રારંભમાં વહીવટી તંત્ર અને સંત સમાજ વચ્ચે અસમંજસતા

જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.ત્યારે નિયમ તોડીને શરૂ કરવામાં આવેલી પરિક્રમાથી એક સંત સમુદાયમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

New Update
Advertisment
  • જૂનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ

  • સાધુ સંતોની હાજરીમાં પરિક્રમાનો કરાયો પ્રારંભ

  • 36 કિ.મી.ની હોય છે ગિરનારની લીલી પરિક્રમા

  • કુદરતના સાનિધ્યમાં પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ 

  • વહીવટી તંત્ર અને સાધુ સંત સમાજમાં સર્જાય અસમંજસતા

Advertisment

જૂનાગઢના ગરવા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.ત્યારે નિયમ તોડીને શરૂ કરવામાં આવેલી પરિક્રમાથી એક સંત સમુદાયમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

જૂનાગઢમાં દર વર્ષે દેવઉઠી એકાદશીના પાવન પર્વ નિમિત્તે ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતી હોય છે.લીલી પરિક્રમાનો લ્હાવો લેવા અહીં દૂર દૂરથી ભાવિકો આવે છે.ધાર્મિક દ્રષ્ટિકોણથી લીલી પરિક્રમાનું અનેરૂ મહત્વ હોય છે.ભગવાન શ્રીકૃષ્ણએ સૌ પ્રથમ લીલી પરિક્રમા કરી હોવાનો પણ પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે.

લીલી પરિક્રમાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવામળી રહ્યો છે.36 કિ.મીની આ પરિક્રમાના જંગલ વિસ્તારના માર્ગ માંથી પગપાળા ચાલી નીકળવું એ દરેક યાત્રી માટે એક અલગ રોમાંચ અને લહાવો હોય હોય છે.ભવનાથ તળેટીથી ઈટવા ગેટથી પ્રવેશ પામી ભાવિકો ઝીણા બાવાના મઢી,માળવેલા અને બોર દેવી સહિતના મહત્વના પડાવ પર જઈને ફરી ભવનાથમાં આવતા હોય છે.ગિરનારના જંગલના માર્ગ માંથી પસાર થવું અને રાત્રીના રોકાણ કરવું તેમજ ખાનપાનની વ્યવસ્થા પણ જંગલ વિસ્તારમાં કરવી જે બાબતો શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે.

જોકે શ્રદ્ધાળુઓના ઘસારાને કારણે આ વર્ષે દેવઉઠી એકાદશી પહેલા જ વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જ્યારે દેવઉઠી એકાદશીના દિવસે જિલ્લા કલેકટર અનિલ રાણાવાશિયાની ઉપસ્થિતિમાં તેમજ પોલીસ બેન્ડ અને બંદૂકની સલામી આપી થતા શ્રીફળ વધેરીને પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.જ્યારે આ બાબતને લઈને અન્ય સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરિક્રમાના વિધિવત પ્રારંભ નિષ્પક્ષ ન હોવાનું જણાવી ગિરનાર છાયા મંડળના સંતોએ આ પ્રસંગનો બહિષ્કાર કર્યો હતો.

 

Latest Stories