સાવરકુંડલામાં સાવજનો સામનો કરતા શ્વાન, સિંહ જોડી શિકાર વિના પરત ફર્યા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામ નજીકના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

author-image
By Connect Gujarat Desk
New Update

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામ નજીકના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ભૂખ્યા બે સિંહોએ શિકારની શોધમાં ગામમાં આવી ગયા હતા. અને ગેટની અંદર બંધ બે શ્વાન સાથે સાવજોની જોરદાર લડાઈ સર્જાય હતી. 

સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ 

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના થોરડી ગામ નજીક આવેલા ગૌશાળાના ગેટ નજીક બે સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હતા.ત્યારે ગેટની અંદર બે શ્વાન હતા. તે દરમિયાન ગેટ પાસે જ સિંહ અને શ્વા સામસામે આવી ગયા હતા. સાવજોએ ત્રાડ પાડી છતાં શ્વાન ડરવાના બદલે હિંમતભેર સાવજોનો સામનો કર્યો હતો. એક તરફ બે સાવજો ત્રાડ પાડી રહ્યા હતા તો બીજી બાજુ બે શ્વાન પણ હિંમતભેર મુકાબલો કરી રહ્યા હતા. 

આ બન્નેની લડાઈમાં એક કદાવર સિંહે ગેટ પર માથું પછાડયુ હતું,જેના કારણે ગેટ તો ખુલી ગયો હતોપરંતુ સિંહનું ધ્યાન ખુલી ગયેલા ગેટ તરફ ગયું ન હતું. જેથી સિંહોએ શિકારને છોડીને ત્યાંથી ચાલ્યા ગયા હતા અને શ્વાનનો જીવ બચી ગયો હતો.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા,અને સોશિયલ મીડિયા યુઝર્સમાં પણ ભારે ચર્ચા જગાવી હતી.સિંહના ગયા બાદ એક વોચમેન પણ ટોર્ચ લઈને આવે છે જોકે સિંહ પછી દેખાતા નથી.

#Attack #CGNews #Gujarat #Amreli #Dogs #CCTV footage #Lions
Here are a few more articles:
Read the Next Article