રાજ્યમાં મુશળધાર વરસાદને પગલે મુંબઈ અમદાવાદ રેલ વ્યવહાર થયો પ્રભાવિત

ગુજરાત રાજ્યમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક જરૂરી સેવાઓ પર તેની માઠી અસર પડી રહી છે,મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી અંદાજે 40 ટ્રેન રદ કરવામાં આવી છે.

New Update

ગુજરાત રાજ્યમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક જરૂરી સેવાઓ પર તેની માઠી અસર પડી રહી છે,મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી અંદાજે 40 ટ્રેન રદ કરવામાં આવી છે.તેમજ નવસારીના  અમલસાડ રેલવે સ્ટેશન ખાતે ગરીબ રથ ટ્રેનને રોકી દેવામાં આવી છે.

GWCC3lCaEAAjjj2

રાજ્યમાં અવિરત ભારે વરસાદના પગલે મુંબઇથી અમદાવાદ વચ્ચેની ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. ગુજરાતમાં ભારે વરસાદના લીધે ખાસ કરીને પશ્ચિમ રેલવે પર ભારે અસર વર્તાઈ છે.વરસાદના લીધે અમદાવાદથી મુંબઇ વચ્ચે અનેક રેલવે ટ્રેન પર પાણી ભરાઈ જવા પામ્યા છે.જેના લીધે પરિસ્થિતિ વિકટ બની ગઇ છે.અને અંદાજીત 40 વધુ ટ્રેન રદ કરવામાં આવી છેજ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના લીધે રોજિંદા જીવનવાહનવ્યવહારહવાઇ સેવાટ્રેન સેવા પર પણ અસર જોવા મળી છે. વડોદરા રેલવે ટ્રેક પર વરસાદી પાણીની જમાવટ બાદ દક્ષિણ ગુજરાતના નવસારી રેલવે સ્ટેશન પર પણ ટ્રેનને રોકી દેવામાં આવી છે,જેમાં મુંબઈથી દિલ્હી તરફ જતી ગરીબ રથ એક્સપ્રેસ રાત્રીના બે કલાક થી અમલસાડ રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે,જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.જોકે મુસાફરો માટે અમલસાડ મંડળી દ્વારા સેવાકીય કરી કરવામાં આવ્યું છે,અને ટ્રેન મુસાફરોને ફૂડ પેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી હતી.

 

 

Latest Stories