Connect Gujarat
ગુજરાત

શિક્ષણ અનલોક! 15 જુલાઇથી ધો.12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થા અને કોલેજ શરૂ કરી શકાશે

ગુજરાત અને દેશમાં કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિક્ષણ અનલોક! 15 જુલાઇથી ધો.12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થા અને કોલેજ શરૂ કરી શકાશે
X

ગુજરાત અને દેશમાં કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 15મી જુલાઇ 2021 ગુરુવારથી ધો.12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story