Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર મનપા સહિત રાજ્યની 3 નગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર, 3 ઓકટોબરે મતદાન યોજાશે

રાજ્યમાં કોરોના સંક્રણમના પગલે માર્ચ મહિનામાં મોકુફ રાખવામા આવેલી ગાંધીનગર મનપા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામા આવી છે

ગાંધીનગર મનપા સહિત રાજ્યની 3 નગરપાલિકાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર, 3 ઓકટોબરે મતદાન યોજાશે
X

રાજ્યમાં કોરોના સંક્રણમના પગલે માર્ચ મહિનામાં મોકુફ રાખવામા આવેલી ગાંધીનગર મનપા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામા આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અન્ય સ્થાનિક સ્વરાજ્ય એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે આગામી 3 ઓકટોબરે મતદાન યોજાશે.

જ્યારે 5 ઓકટોબરે મતગણતરી હાથ ધરવામા આવશે. જે વિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે તેની જાહેરાત થતા જ જે તે વિસ્તારમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરના કારણે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની હતી મોકુફ રાખવામા આવી હતી. પરંતુ, હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં હોય પંચ દ્વારા ગાંધીનગર મનપા સહિત જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાવાની છે તેના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ સંસ્થાઓ માટે 3 ઓકટોબરે મતદાન યોજાશે અને 5 ઓકટોબરે મતગણતરી હાથ ધરવામા આવશે,. મતદાન મથકો પર કોવિડ ગાઈડલાઈન્સના અમલ સાથે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજવામા આવશે. ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણી, બનાસકાંઠાની થરા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂટણી માટે મતદાન યોજાશે. આ ઉપરાંત અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટા ચૂંટણી અને રાજ્યની અન્ય 5 નગરપાલિકાઓની 9 બેઠકોની પેટાચૂંટણી માટે પણ 3 તારીખે મતદાન યોજાશે.

Next Story