Connect Gujarat
ગુજરાત

સી.એમ.ભુપેન્દ્ર પટેલે બોલાવી ઇમરજન્સી બેઠક, રાજ્યમાં આજે જાહેર થઈ શકે છે કડક પ્રતિબંધો

ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે

સી.એમ.ભુપેન્દ્ર પટેલે બોલાવી ઇમરજન્સી બેઠક, રાજ્યમાં આજે જાહેર થઈ શકે છે કડક પ્રતિબંધો
X

ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદે એવી શક્યતા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે, જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે.કોર કમિટીની આ બેઠક બાદ રાજ્ય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી શકે છે. આ બેઠકમાં વધુ નિયંત્રણો મૂકવા કે નહીં એના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સૌકોઈની નજર નાઇટ કર્ફ્યૂના સમય અને લગ્નમાં મહેમાનોની છૂટ પર છે.નવી ગાઇડલાઇન્સમાં નાઇટ કર્ફ્યૂ રાતના 10ને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે. આ સાથે રાજ્ય સરકાર સામાજિક, રાજકીય પ્રસંગમાં નિયમો કડક બની શકે છે. તેમજ રાજ્યના 12થી વધુ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ લગાવવા વિચારણા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ટાસ્ક ફોર્સના સભ્યો પણ વધુ નિયંત્રણો લગાવવાના સમર્થનમાં છે. આ સાથે હોટલ, કોમ્પલેક્ષ, મલ્ટીપ્લેક્ષમાં નવા નિયમો લાગાવામાં આવી શકે છે. તેમજ સરકારી, ખાનગી ઓફિસમાં 50 ટકા મર્યાદા માટે વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત માસ્ક સહિતના નિયમોના પાલન માટે તંત્ર આકરુ વલણ અપનાવશે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસોમાં ત્રીજી લહેરે સપાટો બોલાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24,485 કેસ કોરોના પોઝિટિવ આવતા સરકાર અને તંત્ર વધુ આયોજન કરવા જોતરાઈ ગયું છે

Next Story