ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે તેવી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેથી આગામી 3 દિવસમાં રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી તા. 7 માર્ચે હળવા વરસાદની સંભાવના છે. જેને લઈને રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂકાઈ શકે છે, ત્યારે કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોના પાકને નુકશાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આ સાથે જ રાજ્યના કેટલાક જિલ્લાઓનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવનાઓ રહેલી છે. જેને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપામાન અને લઘુત્તમ તાપમાનનું પ્રમાણ યથાવત રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જોકે, હવે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.