Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કમોસમી વરસાદથી હાડ થીજવતી ઠંડી, હજુ પણ ગગડશે તાપમાનનો પારો

રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.

રાજ્યમાં કમોસમી વરસાદથી હાડ થીજવતી ઠંડી, હજુ પણ ગગડશે તાપમાનનો પારો
X

રાજ્યમાં શિયાળાની શરૂઆત સાથે કમોસમી વરસાદે પણ દસ્તક દીધી છે. રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત ઘણા જિલ્લાઓમાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. મેટ્રો સિટી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે પારો જોરદાર રીતે ગગડ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. લઘુત્તમ તાપમાન હજુ પણ ઘટી શકે છે. ગુરુવારની વાત કરીએ તો સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી 93 તાલુકામાં માવઠું થયુ છે. જેમા સૌથી વધુ ડભોઈ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ડભોઇ તાલુકામાં 14 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત બોડેલી-તિલકવાડા તાલુકામાં 1-1 ઇંચ વરસાદ અને અન્ય 90 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદથી મગફળી, રવીપાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. વળી આજે એટલે કે શુક્રવારનાં રોજ પણ કમોસમી વરસાદની આગાહી છે. દરમિયાન રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.48 કલાક વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. વળી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી તાપમાનમાં ઘટાડો થશે. આ કારણોસર 3 ડિસેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અને અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે

Next Story