Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : 65 વર્ષમાં પાટનગરની કાયાપલટ, ચાર પ્રોજેકટે બદલી ગાંધીનગરની "દશા"

1965ની સાલમાં ગાંધીનગર શહેરની સ્થાપના, રાજકીય અને સરકારી ગતિવિધિઓનું એપી સેન્ટર.

X

ગુજરાતના પાટનગર ગાંધીનગરનો આજે 56મો સ્થાપના દિવસ છે. સરકારી અને રાજકીય ગતિવિધિઓના એપી સેન્ટર સમાન ગાંધીનગરની આજે કાયાપલટ થઇ ચુકી છે.

અમદાવાદથી 32 કીમીના અંતરે આવેલું ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. ગાંધીનગરની સ્થાપના 2 ઓગષ્ટ 1965ના રોજ કરવામાં આવી હતી. ગાંધીનગર આજે વિવિધ પ્રોજેકટના કારણે વિશ્વ ફલક પર નામના મેળવી ચુકયું છે. ખાસ કરીને મહાત્મા મંદિર સહિતના વૈશ્વિક કક્ષાના બાંધકામોએ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. તાજેતરમાં જ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત કરાયું હતું.

છેલ્લા ચાર વર્ષમાં 1,300 કરોડ રૂપિયા ઉપરાંતના ચાર પ્રોજેકટે ગાંધીનગરની સુરત બદલી નાંખી છે. મહાત્મા મંદિર, ટોય મ્યુઝિયમ , કેપિટલ રેલ્વે સ્ટેશન અને ગીફટ સીટી... મહાત્મા મંદિરની સ્થાપના થયાં બાદ ગાંધીનગર ખાતે દેશ તથા વિદેશના મહાનુભવોનું અવાગમન શરૂ થયું હતું. અને ખાસ કરીને ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટએ પણ દેશ તેમજ વિદેશના નામી ઉદ્યોગપતિઓ માટે ગાંધીનગરના દ્વાર ઉઘાડયાં છે.

ગાંધીનગરની સ્થાપના બાદ તારીખ પહેલી મે 1970ના રોજ પાટનગરમાં પ્રથમ વસાહત શરૂ કરાઈ હતી. સચિવાલય તથા અન્ય કચેરીઓમાં કામ કરતાં કર્મચારીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. આજે ગાંધીનગરમાં તમામ વિભાગોની મુખ્ય કચેરીઓ, તમામ વિભાગોનાં સચિવાલય, મંત્રીઓનું કાર્યાલય, મંત્રીઓનું નિવાસ, વિધાનસભા મકાન, ગવર્નરનું નિવાસ, ગવર્નરનું કાર્યાલય, તમામ મહત્વપૂર્ણ કચેરીઓ અને ઇમારત બની ચુકી છે.

શહેરના સરકારી અધિકારીઓ અને ખાનગી રહેવાસીઓનું રહેઠાણ આવેલું છે. ગાંધીનગરની સ્થાપના રાજયના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાના એક વિચારના કારણે શકય બની હતી. ગાંધીનગરના સ્થાપના દિવસે દેશના ગૃહમંત્રી અને ગાંધીનગરથી લોકસભાના સાંસદ અમિત શાહે ગાંધીનગરવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

Next Story