ગાંધીનગર : ત્રણ બાળકીઓની લાજ લેનારા આરોપીને આજીવન કેદ, 14 દિવસમાં જ ચુકાદો

આરોપી વિજય ઠાકોરને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, માત્ર 14 દિવસમાં કોર્ટે આપ્યો ચુકાદો

ગાંધીનગર : ત્રણ બાળકીઓની લાજ લેનારા આરોપીને આજીવન કેદ, 14 દિવસમાં જ ચુકાદો
New Update

ગાંધીનગરમાં એક નહી પણ ત્રણ ત્રણ બાળકીઓને ઉઠાવી જઇ તેમની સાથે દુષ્કર્મ કરનારા નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ દુષ્કર્મ આચરી એક બાળકીની હત્યા પણ કરી નાંખી હતી.....

ગાંધીનગરમાં સાંતેજમાં બાળકીઓ સાથેના દુષ્કર્મના આરોપીને ગાંધીનગર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સાંતેજમાં શ્રમજીવી પરિવારની બાળકી ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન મૃતક સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ગાંધીનગરના રેન્જ આઇજી અભય ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો આરોપીને પકડવામાં લાગી હતી. સીસીટીવી ફુટેજ તથા અન્ય સાધનો મારફતે પોલીસને આરોપી વિજય ઠાકોરના સગડ મળ્યાં હતાં અને પોલીસે આરોપીને દબોચી લીધો હતો. આરોપી વિજય ઠાકોરની પુછપરછ કરતાં તેણે મૃતક બાળકી સિવાય અન્ય બે બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.

સમગ્ર મામલે ગાંધીનગર પોલીસ દ્વારા રજૂ કરવામાં આવી હતી અને 8 નવેમ્બરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ મહિલા પર હુમલાની ઘટના અને લૂંટની ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે. સરકારી વકીલ દ્વારા કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે આરોપીની પોતાની 7 વર્ષની દિકરી છે તેમ છતા તે આવું કૃત્યું કર્યું છે તે અક્ષમ્ય અપરાધ છે અને આરોપીને કડકમાં કડક સજા થવી જોઇએ.ગાંધીનગર પોલીસની કામગીરીની વાત કરવામાં આવે તો પોલીસે આ મામલે 60 જેટલા સાક્ષીઓની જુબાની લીધી હતી. આ સાથે જ 70 જેટલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા.તમામ પુરાવાઓના આધારે ફાસ્ટટ્રેક કોર્ટમાં આ મામલાની સુનાવણી શરૂ કરવામાં આવી હતી. કોર્ટે પણ 14 દિવસમાં ચુકાદો આપી આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી છે.

#Gujarat #Connect Gujarat #crime #Gandhinagar #Harsh Sanghvi #Rape case #DGP Gujarat #Beyond Just News #Abhay Chudasama #Ashish Bhatia #serial killer
Here are a few more articles:
Read the Next Article