ગાંધીનગર: PM મોદીના સંબોધન બાદ ભાજપે નવું કેમ્પેઇન કર્યું લોન્ચ, 'આ ગુજરાત મેં બનાવ્યું છે'

આજથી ભાજપનું ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરથી આ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી હતી

New Update
ગાંધીનગર: PM મોદીના સંબોધન બાદ ભાજપે નવું કેમ્પેઇન કર્યું લોન્ચ, 'આ ગુજરાત  મેં બનાવ્યું છે'

આજથી ભાજપનું 'આ ગુજરાત મેં બનાવ્યું છે' કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરથી આ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી હતી

ભાજપ દ્વારા 'આ ગુજરાત મેં બનાવ્યું છે' કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. એટલે કે ક્યાકને ક્યાક એમ કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ગુજરાત ગુજરાતીઓ દ્વારા જ કેવી રીતે આગળ વધારવામાં આવ્યુ છે. કેવી રીતે ગુજરાતની ધરોહર ને સાચવવામાં આવી છે. કઇ રીતે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષમાં ભાજપ સરકાર દ્વારા કામ કરવામાં આવ્યું છે.ગઈકાલે 6 નવેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદી પ્રથમ વખત ગુજરાત આવ્યા હતા. જેમાં તેમણે લોકોને સંબોધતા આ જ એક નવો નારો આપ્યો હતો. તેમણે લોકોને " આ ગુજરાત મેં બનાવ્યું છે નો નવો નારો આપ્યો હતો ત્યારે કમલમ ખાતેથી આ નવા કેમ્પેઇનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.