Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: નવી સ્ક્રેપ પોલીસીની જાહેરાત,અલંગ ખાતે બનશે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર: નવી સ્ક્રેપ પોલીસીની જાહેરાત,અલંગ ખાતે બનશે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે
X

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં PM મોદી પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા છે. આ પ્રસંગે CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત છે. નીતિન ગડકરીએ જાહેરાત કરતા જણાવ્યું કે, 'ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. જૂના વાહનોનું પ્રદૂષણ માત્ર 10થી 12 % વધારે છે. કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થપાશે.'હવે દેશભરમાં સ્ક્રેપ પોલીસી લાગુ થવા જઇ રહી છે.વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 75 મા સ્વતંત્રતા દિવસ પહેલા આજનો આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના મોટા લક્ષ્યોને સાકાર કરવામાં એક મોટું કદમ છે. આ પોલીસી નવા ભારતની મોબોલિટીને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. દેશમાં આ પોલીસીને કારણે સકારાત્મક પરિણામ આવશે. કચ્છમાં જૂના વાહનના સ્ક્રેપ માટે પાર્ક બનશે. જૂના વાહનો પ્રદૂષણ વધારે છે અને રોડ સેફ્ટીની પણ સમસ્યા છે. સ્ક્રેપ પોલિસીને જાપાન અને બેલઝિયમમાં લાગૂ કરવામાં આવી છે. એશિયાના દેશો સ્ક્રેપિંગ માટે ગુજરાતમાં સ્ક્રેપ મોકલશે જે કડલના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂના વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળોએ ભંગાર વાડા બનાવવામાં આવશે. સ્ક્રેપમાં વાહન કાઢી નાખનારાઓને આપવામાં આવનારા પ્રમાણપત્ર પર તેમને નવા વાહનની ખરીદી બાદ રોડ ટેક્સમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. કોમર્શિયલ વેહિકલ માટે આ રાહતની ટકાવારી 15ની રાખવામાં આવશે. મોટર વેહિકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25 ટકા સુધીની રાહત મળશે. નવી પોલિસીથી દેશમાં રોજગારીનું પ્રમાણ વધશે અને વાહન ઉદ્યોગને વધારે ગતિ મળશે. આ પોલીસી લાગુ થતાં જ જૂના વાહનો સ્ક્રેપ થશે. ગુજરાતમાં કુલ મળીને 16,43,218 વાહનો ભંગારવાડે જશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે અને હવામાં પ્રદુષણની માત્રા ઘટે તે હેતુસર કેન્દ્ર સરકાર નવી સ્ક્રેપ પોલીસી લાગુ કરવા જઇ રહી છે.આ પોલીસી અમલમાં આવતાં જ ગુજરાત સહિત દેશભરમાં લાખો વાહનો ભંગારમાં જશે. લોકસભામાં રજૂ કરાયેલાં રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 15-20 વર્ષ જૂના વાહનોની સંખ્યા 10,19,898 છે જયારે 20 વર્ષથી વધુ જૂના વાહનોની સંખ્યા 5,01,979 છે. સ્ક્રેપ પોલીસી જાહેર થતા જ આ લાખો વાહનો સ્ક્રેપ થઇ જશે. પોલીસના નવા નિયમ મુજબ વર્ષ 2005 પહેલાં વાહનો સ્ક્રેપ થશે. કેન્દ્ર સરકારે પોલીસી જાહેર કરશે ત્યાર બાદ ગુજરાત સરકાર તેમાં આંશિક ફેરફાર કરે તેવી પણ શક્યતા છે.

Next Story