Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: વિધાનસભા પરિસરમાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને સીએમ ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિ સીએમ ભુપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી

X

અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિધાનસભા પરિસરમાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આજરોજ સરદાર સરદાર વલ્લભ ભાઈ પટેલની 146મી જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર વિધાનસભા પરિસરમાં સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, વિધાનસભા અધ્યક્ષા ડો.નીમા બહેન આચાર્ય, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યમંત્રી દેવા માલમ તેમજ પૂર્વ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા, ધારાસભ્યો, ગાંધીનગરના મેયર અને નગર સેવકો તથા ગાંધીનગર શહેર અને જિલ્લાના પદાધિકારીઓ વગેરે પણ પુષ્પાંજલિમાં જોડાયા હતા. ભૂપેન્દ્ર પટેલ અને સૌ મહાનુભાવોએ ત્યાર બાદ વિધાનસભા પોડિયમમાં પણ સરદાર સાહેબના તસ્વીર ચિત્ર સમક્ષ પુષ્પાંજલી અર્પણ કરી આદર ભાવ વ્યક્ત કર્યો હતો.

Next Story
Share it