Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ગુજરાત બન્યું "CO2" માર્કેટ, કાર્બન માર્કેટ સેટઅપ કરનારૂં દેશભરમાં બન્યું પ્રથમ રાજ્ય

ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચેના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

ગાંધીનગર : ગુજરાત બન્યું CO2 માર્કેટ, કાર્બન માર્કેટ સેટઅપ કરનારૂં દેશભરમાં બન્યું પ્રથમ રાજ્ય
X

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને એનર્જી પોલિસી ઇન્સ્ટીટયૂટ યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ સાઉથ એશિયાની જે-પાલ વચ્ચેના MOU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા. આના પરિણામે કાર્બન માર્કેટ સેટઅપ કરનારૂં દેશભરમાં પ્રથમ રાજ્ય ગુજરાત બનશે.

પીએમ નરેન્દ્ર મોદીએ નવેમ્બર-ર૦ર૧ ગ્લાસગોમાં યોજાયેલી યુ.એન. કલાયમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ-ર૬માં ભારતને ર૦૭૦ સુધીમાં નેટ ઝિરો ઇમીશન્સ તરફ લઇ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આ સંદર્ભમાં ભારતે ર૦૩૦ સુધીમાં પ૦૦ ગીગાવોટ નોન-ફોસિલ ફયુઅલ ઇલેકટ્રીસિટી કેપેસિટી સુધી પહોચવા પાંચ લક્ષ્યાંકો નિર્ધારીત કરેલા છે. કાર્બન ઇમિશન્સ અંદાજે ૧ બિલીયન ટન સુધી ઘટાડવા માટે નવિનીકરણ ઊર્જા રિન્યુએબલ એનર્જી પ૦ ટકા ફાળો એનર્જી મિક્સમાં આપે છે. ગુજરાત દેશમાં સૌથી વધુ વાયબ્રન્ટ ઇકોનોમી તરીકે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં મોટો ફાળો આપનાર રાજ્ય છે. એટલું જ નહીં, પર્યાવરણ જાળવણી સાથે વિકાસની વૃદ્ધિને પ્રોત્સાહક નીતિઓથી ગુજરાત પર્યાવરણ રક્ષા અને ઔદ્યોગિક વિકાસ મહત્વપૂર્ણ બાબતોને પરિપૂર્ણ કરે છે. ગુજરાત સરકારે હવે CO2 માર્કેટ શરૂ કરવા માટે પહેલરૂપ એવા MOU કર્યા છે.

Next Story