Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રાજ્યના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ અંતિમ ઘડીએ રદ્દ, હવે આવતીકાલે યોજાશે

ગુજરાત ભાજપમાં અસંતોષ ! છેલ્લી ઘડીએ શપથગ્રહણ સમારોહ રદ્દ કરાયો, આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ.

X

ગુજરાતના મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.આજે સાંજે 4.20 કલાકે નો રિપીટેશન નિર્ણય આધારે મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે.

ગાંધીનગર ખાતે આજે વહેલી સવારથી સી.એમ.ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિ અનેક અટકળો ચાલી રહી હતી. ભાજપના પક્ષ પ્રમુખ સી.આર.પાટીલના બંગલે ધારાસભ્યની અવરજવર પણ વધી હતી. તે ઉપરાંત ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. જેમાં મંત્રીઓના નામની ચર્ચા ચાલી રહી હતી.પાર્ટીના તમામ ધારાસભ્યો પણ આજે સવાર સુધીમાં ગાંધીનગર સ્થિત એમએલએ કવાર્ટસ પહોંચી ગયા હતા તો કેટલાક ધારાસભ્યોના સમર્થકો પણ પહોંચ્યા હતા.

આ બધા વચ્ચે રાજભવન ખાતે શપથવિધિ તૈયારીઓ થઇ રહી હતી મોટો મંચ ઉભો કરવામાં આવ્યો હતો સાથે બેનરો પણ લગાવવામાં આવ્યા હતા પણ આવતીકાલે શપથ ગ્રહણ સમારોહના બેનર ફાડી નાખવામાં આવ્યા તો બીજી જગ્યાએથી બેનરો હટાવી લેવામાં આવ્યા હતા. પહેલા એવી ખબર આવી કે 2.20 કલાક શપથવિધિ યોજાશે પણ ત્યારબાદ ફરીવાર 4.20 શપથ ગ્રહણ સમારોહ યોજાશે તેવી વાત સામે આવી. બપોરના સમયે જાણકારી સામે આવી કે રૂપાણી સરકારમાં જેટલા મંત્રીઓ હતા તેમાંથી એકેય મંત્રીને ફરીથી સ્થાન આપવામાં આવશે નહીં. આ સમાચાર સામે આવતા જ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ભૂકંપ આવી ગયો હતો. સવારથી હલચલ તેજ હતી ત્યારે અંતે શપથ ગ્રહણ આવતીકાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સૂત્રો અનુસાર માહિતી સામે આવી રહી છે કે નો રિપીટ થીયરી ના કારણે ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ નારાજ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. જોકે સૂત્રોનું એમ પણ માનવું છે કે ગુજરાતમાં જે પણ નવા મંત્રી બનશે તેનો અંતિમ આદેશ PMO તરફથી આપવામાં આવશે અને આવતીકાલે પીએમ મોદી પણ ગુજરાત આવશે તેવી ખબર આવી રહી છે અને તેમની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે

Next Story