Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ફટકો,ઉત્તર ગુજરાતના કોંગ્રેસના મોટા નેતાએ કેસરિયા કર્યા

વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે સાબર ડેરીના ડિરેક્ટર જયંતી પટેલે કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે

X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે સાબર ડેરીના ડિરેક્ટર જયંતી પટેલે કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે

રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપ એક પછી એક નેતાઓને પાર્ટીમાં જોડી રહ્યું છે ત્યારે આજે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સાબરડેરીના ડીરેકટર જયંતી પટેલ કોંગ્રેસની વિચારઘારા છોડી પ્રદેશ અધ્યક્ષ સી.આર,.પાટીલ હસ્તે ખેસ પહેરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે જણાવ્યુ હતું જણાવ્યું કે, જુદી-જુદી રાજકીય પાર્ટીઓ મેનિફેસ્ટોમાં સેવાકીય પ્રવૃતિ નો ઉલ્લેખ કરતા હોય છે પરંતુ જમીન સુઘી સેવાકીય કામ ને લઇ જવાનો જો કોઇ પાર્ટી યથાર્ત પ્રયત્ન કરતુ હોય તો તે માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે આપણા દેશના જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાયા હતા તેમને સહિ સલમાત ભારત લાવવા ખાસ કાળજી લીધી છે અને વિદ્યાર્થીઓ પરત વતન ફર્યા છે.

Next Story