ગાંધીનગર : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વન વિભાગના "નમો વડ વન" નિર્માણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ...

ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે

New Update
ગાંધીનગર : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વન વિભાગના "નમો વડ વન" નિર્માણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ...

ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નમો વડ વન નિર્માણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉજવાય રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અને આઝાદીના 75મા વર્ષે વન વિભાગના નમો વડ વન નિર્માણ અભિયાનનો ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન થકી રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુન: પ્રસ્થાપિત કરાશે. એટલું જ નહીં, ગ્રીન કવર વધારવાના રાજ્ય સરકારના અભિગમને પણ વેગ આપવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નમો વડ વનના વાવેતર કાર્યક્રમમાં 33 જિલ્લના 75 સ્થળોએ સહભાગી થયેલા નાગરિકો અને વનપ્રેમીઓને બાયસેગના માધ્યમથી પ્રેરક સંદેશ આપ્યો હતો. સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વન સાથે જન જોડીને રાજ્યમાં અલગ અલગ સ્થળોએ વન ઊભા કરાયા છે. વન મહોત્સવ દ્વારા વધુને વધુ વૃક્ષારોપણથી ગ્રીન કવર વધારવાનો માર્ગ અપનાવવામાં છે. ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, વનબંધુઓની આર્થિક આત્મનિર્ભરતા માટે ગૌણવન પેદાશના વેચાણ હક્કો પેસા એક્ટ અન્વયે સ્થાનિક આદિજાતિઓ આપ્યા છે. એટલું જ નહીં, વનક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા 30થી 35 લાખ વાંસના વેચાણથી પણ વનબંધુઓને આજીવિકા મળી છે.

Advertisment