ગાંધીનગર: કચ્છના 20 હજાર પરિવારો માટે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં લીધો મોટો નિર્ણય

રાજ્ય સરકારની યોજાય કેબિનેટની બેઠક 20 હજાર પરિવારોને તેમના મકાનના હક્ક અપાશે

ગાંધીનગર: કચ્છના 20 હજાર પરિવારો માટે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં લીધો મોટો નિર્ણય
New Update

ગુજરાતમાં ચૂંટણીને લઈને રાજકારણ ખૂબ ગરમાઈ રહ્યું છે, ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મુદાઓ પર ચર્ચા કરવામાં આવી છે. ત્યારે આ બેઠક બાદ સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી.રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કેબિનેટ બેઠકમાં મહેસૂલ વિભાગને લઇને નિર્ણય લેવાયો છે.

20 હજાર જેટલા મકાન બંધાયા હતા. આ મકાનોને ટાઇટલ મળતું ન હતું. જેથી ટાઇટલ ક્લિયર કરવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટમાં મકાનને ટાઇટલ ક્લિયર માટે મંજૂરી આપી છે હાલ 6 હજાર પરિવારની સનદ તૈયાર છે, બાકીના 17 હજાર મકાનના દસ્તાવેજ તૈયાર થઈ રહ્યા હોવાથી મહિનામાં માલિક હક સોંપાય તેવી શક્યતા છે.જીતુ વાઘાણીએ કહ્યું કે, બેઠકમાં PM ગતિશક્તિ યોજના બાબતે ચર્ચા થઈ છે.

#Gujarat #Connect Gujarat #Kutch #earthquake #government #Gandhinagar #decision #cabinet meeting #cabinet #families #Government of Gujarat
Here are a few more articles:
Read the Next Article