/connect-gujarat/media/post_banners/035a886a6fede32baf2a96bcfa62d597e739c9773d0587375c74928f8ef89cd4.jpg)
અમદાવાદ અને ગાંધીનગરમાં અલગ અલગ સ્થળોએ થી ટુ- વ્હીલર વાહનોની ચોરી કરતી ગેંગને પકડી પાડવાંમાં આવી છે. એલસીબી પોલીસે આરોપીઓ પાસેથી 1,32,100નો મુદામાલ કબ્જે કર્યો છે સાથે 13 વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.
ગાંધીનગર LCB દ્વારા વાહન ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં LCBની ટીમ ગાંધીનગર શાહપુર સર્કલ પર વોચ ગોઠવી અને આરોપીઓ રિક્ષામાં આવતા તેમને પકડી પડ્યા હતા. તેમની પાસે ભંગારનો સામાન મળતા તેની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા તેમની અટકાયત કરવામાં આવી હતી. વધુ ઉંડાણપૂર્વક પુછપરછ કરતા ચોરીનો મુદ્દામાલ હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક કટર,સાયલેન્સર, ટાયરો, એન્જિન જેવી અલગ અલગ કટ કરેલી બાઈકો તથા એક રીક્ષા અને એક પેસન પ્રો બાઈક કબ્જે કરવામાં આવ્યું છે. આ આરોપીઓએ 8 જેટલા વાહન અમદાવાદમાં અને 5 જેટલા વાહનો ગાંધીનગરમાં ચોરી કાર્યની કબૂલાત કરી છે ત્યારે LCB પોલીસે આ આરોપીઓની સાથે બીજા અન્ય કોઈ સાગરીતો છે કે નહીં તે બાબતે તપાસ હાથ ધરી છે .