/connect-gujarat/media/post_banners/9e2024e3780155835cc3ec7a301466d1a0f256e8be951a4a87e8f585073cf48a.jpg)
ગીર સોમનાથ જિલ્લાના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થ પરિસરમાં રખડતાં આખલાઓની અડફેટે મુંબઈના યાત્રીક પિતા-પુત્રીને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે. રખડતા ઢોર છાશવારે અનેક યાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચાડે છે. તેવામાં મુંબઈના યાત્રીક પિતા-પુત્રીને આખલાની લડાઈમાં ભારે ઇજાઓ થતાં હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સોમનાથ મંદિર નજીક આખલાનો ત્રાસ દીન પ્રતીદીન વધી રહ્યો છે. સોમનાથ દર્શને આવેલ 2 યાત્રિકોને ખૂંટીયાઓએ અડફેટ લઈ ઈજાઓ પહોંચાડી છે. પ્રભાસ પાટણ સોમનાથ મંદિર પાસે વારંવાર આખલાઓ બાખડે છે, અને દોડતા આખલાઓ છેક દૂર દૂરથી સોમનાથ દર્શન આવેલા યાત્રીકો પ્રવાસીઓને અડફેટ લે છે. નાના વેપારીઓને નુકશાન પહોચાડે છે. સોમનાથ મંદિર નજીક ફેરીયાઓને અડફટે લઈ માલ ઢોળી નાખી નુકશાન પહોચાડ્યું હતું.