Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : કોડીનારના સરખડીમાં ભીષણ આગ, 50 વિંઘામાં થયેલો ઘઉંનો પાક નષ્ટ

ગીરસોમનાથના સરખડી ગામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં 50 વિંઘાથી વધુમાં ઘઉંનો પાક બળીને નષ્ટ થઇ ગયો છે..

X

જગતનો તાત કુદરતી આફતોનો સામનો તો કરે છે પણ કુત્રિમ આફતો પણ ખેડુતોને જીવવા દેતી નથી. ગીરસોમનાથના સરખડી ગામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં 50 વિંઘાથી વધુમાં ઘઉંનો પાક બળીને નષ્ટ થઇ ગયો છે..

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં સરખડી ગામે રહેતા ગોવિંદ વાળાના ઘઉંનાં પાકમાં આગ લાગતા આગ અન્ય ખેતરોમાં ફેલાય હતી.એક જ સપ્તાહમાં ગીર પંથકમાં ચાર થી પાંચ ખેતરોમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતા થોડાક ક્ષણોમાં એક પછી એક એમ લગભગ 50 વિંઘા જેટલા ઘઉંનો પાક બળીને ખાખ થયો છે.

ખેડૂતોનું કહેવું છે કે ટ્રાન્સફોર્મરમાં ભડકો થયો અને એકાએક ઘઉંમાં આગ લાગી. આગની ઘટના બાદ સરખડીના સરપંચ અને ખેડૂતોએ માંગ કરી કે ખેડૂતોને તત્કાળ વળતર આપવામાં આવે. પીજીવીસીએલનાં જર્જરિત વાયરને કારણે છાશવારે ખેતરોમાં આગ લાગવાના બનાવો બને છે. જો પીજીવીસીએલ તરફથી યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો આંદોલન કરવાની ચીમકી પણ આગેવાનોએ આપી છે.

Next Story