Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : સુત્રાપાડાના લોઢવા ગામથી હરિદ્વાર યાત્રાનો પ્રારંભ, 35 ધાર્મિક સ્થળોની લેવાશે મુલાકાત..

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી હરિદ્વાર, ગોકુળ અને મથુરા જવા ગુરુકૃપા યાત્રા સંઘ વહેલી સવારે રવાના થયો હતો.

X

સુત્રાપાડાના લોઢવા ગામથી હરિદ્વાર યાત્રાનો પ્રારંભ

મથુરા સહિત 35 ધાર્મિક સ્થળોની લેવાશે મુલાકાત

170થી વધુ લોકોને યાત્રા કરાવવાનું થયું આયોજન

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના લોઢવા ગામથી હરિદ્વાર યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં હરિદ્વાર, ગોકુળ અને મથુરા સહિત 35 ધાર્મિક સ્થળોની 170થી વધુ લોકોને યાત્રા કરાવવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી હરિદ્વાર, ગોકુળ અને મથુરા જવા ગુરુકૃપા યાત્રા સંઘ વહેલી સવારે રવાના થયો હતો.

આ યાત્રાને હિતેશ શિવ શંકર જોશી દ્વારા શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે પ્રસ્થાન કરવામાં આવી હતી. વહેલી સવારે જાણે કે, મેળો ભરાયો હોય તે રીતે લોઢવા ગામના લોકો એકઠા થઈ આ યાત્રા સંઘને પ્રસ્થાન કરાવ્યો હતો. આ યાત્રામાં 170થી વધુ લોકો અને 35થી વધુ ધામની યાત્રા હિતેશ શિવ શંકર જોશીના પિતા સ્વ. શિવ શંકર વલ્લભજી જોશીની પુણ્યતિથિ નિમિત્તે પોતાના સ્વખર્ચે યાત્રા કરાવવામાં આવી છે.

Next Story