Connect Gujarat
ગુજરાત

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, જાણો કયા શહેરનું રિઝલ્ટ આવ્યું સૌથી વધુ..?

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે સવારે જાહેર થયું છે . આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર, જાણો કયા શહેરનું રિઝલ્ટ આવ્યું સૌથી વધુ..?
X

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે સવારે જાહેર થયું છે . આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.

રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529 વિદ્યાર્થીઓએ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. 28 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને 6 જૂનના રોજ ધોરણ 10નું પરિણામ આવશે.દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે.

Next Story