Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસનું માળખું જાહેર, 19 જિલ્લા પ્રમુખ, 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રી...

ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસનું માળખું જાહેર જાહેર કરવામાં આવ્યું છે

ગુજરાત કોંગ્રેસનું માળખું જાહેર, 19 જિલ્લા પ્રમુખ, 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રી...
X

ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસનું માળખું જાહેર જાહેર કરવામાં આવ્યું છે. પહેલા તબક્કાની યાદીમાં 25 ઉપાધ્યક્ષ અને 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે 19 જિલ્લાના પ્રમુખની પણ પ્રદેશ કોંગ્રેસે વરણી કરી છે. નિરવ બક્ષી અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે વરણી આપવામાં આવી છે, ત્યારે જાણો કયા નેતાને કઈ જવાબદારી સોંપવામાં આવી છે.


નિરવ બક્ષી અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે વરણી આપવામાં આવી છે. નામની જાહેરાત બાદ નિરવ બક્ષીએ કહ્યું હતું કે, શહેરના પ્રશ્નો અંગે કામ કરીશું. માત્ર 4 વિધાનસભા બેઠક થી સંતોષ નહીં માનીએ. શહેરની 16 વિધાનસભા બેઠક જીતીશું. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ક્યાંય નથી. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસનું માળખું જાહેર થવાની સાથે જ કોંગ્રેસ નેતાઓની નારાજગી સામે આવી છે. ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં મેસેજ લખી નારાજગી વ્યક્ત કરી છે. લલિત વસોયાએ લખ્યું કે, બધુ આપને ગમે એવું જ થોડું થાય, જ્યાં હોય ત્યાં વફાદારીથી રહેવાના સંસ્કારને કારણે ઘણું સહન પણ કરવું પડે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નવનિયુક્ત પદાધિકારીઓ ખુબ ખુબ અભિનંદન. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈ થોડા દિવસો અગાઉ દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

Next Story