Connect Gujarat
ગુજરાત

ગુજરાત સ્થાપના દિવસ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાટણ ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું લોકાર્પણ

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું મુખ્યમં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

ગુજરાત સ્થાપના દિવસ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાટણ ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ
X

આજે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'નું મુખ્યમં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેક્નોલોજી વિકસાવવાના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રયાસો થકી રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર અને પ્રસાર માટે રાજ્યમાં ચાર સ્થળોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ થઇ ચૂક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર - પ્રસાર, તકનિકી જાગૃતિ, સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય જનતા માટે એક મહત્વનું સ્થળ બની રહેશે. એટલું જ નહીં, ૩૪ હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું અને અંદાજે રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું 'રિજિયોનલ સાયન્સ સેન્ટર'ની રચના વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે.

તેમજ અહીં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી, હાઇડ્રોપોનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, કેમેસ્ટ્રી, ઓપ્ટિક્સ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શિક્ષણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી તથા સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રીજગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story