Connect Gujarat
ગુજરાત

CNGના ભાવમાં તોતિંગ વધારો: ગુજરાત ગેસે એક સાથે રૂ.6.45 વધારી નાખ્યા

CNGની સવારી પણ મોંઘી જ પડશે ગુજરાત ગેસે CNGના ભાવમાં રૂ.6.45 નો વધારો કર્યો છે. આથી હવે ગુજરાત ગેસનો CNG નો ભાવ રૂ.70.53થી વધીને રૂ.76.98 પહોંચશે

CNGના ભાવમાં તોતિંગ વધારો: ગુજરાત ગેસે એક સાથે રૂ.6.45 વધારી નાખ્યા
X

મોંઘવારીની વાતો થાય છે..મોંઘવારી આંખો સામે દેખાઈ છે.પરંતુ કોઈ બોલતું નથી, કોઈ સામે આવતું નથી, પરંતુ હવે લોકો મોંઘવારી નો ઓપ્શન શોધી રહ્યા છે.. પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં તો લોકો સસ્તા ઈંધણ તરફ એટલે કે, સીએનજી તરફ આકર્ષિત થયાં છે. પણ હવે પેટ્રોલ ડીઝલ બાદ CNGના ભાવમાં પણ ધરખમ વધારો થઈ ગયો છે.CNGની સવારી પણ મોંઘી જ પડશે ગુજરાત ગેસે CNGના ભાવમાં રૂ.6.45 નો વધારો કર્યો છે.

આથી હવે ગુજરાત ગેસનો CNG નો ભાવ રૂ.70.53થી વધીને રૂ.76.98 પહોંચશે આજે 5-6 એપ્રિલને મધ્યરાત્રીથી CNGમાં નવા ભાવ લાગુ થઈ જશે. જેના કારણે વાહન ચાલકો પર વધારાનો બોઝ પડ્યો છે. હવે CNG ની સવારી પણ મોંઘી બની ગઈ છે.1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો હતો. સીએનજી કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે.

સીએનજી ના ભાવમાં વધારો થતાં સીએનજી મહંત ચાલકોને ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે પેટ્રોલ-ડીઝલ ની સાથે હવે અદાણી સીએનજી એ પણ રૂપિયા પાંચનો એક જ ઝાટકે વધારો કરી દેતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અમદાવાદમાં અદાણી ગેસ તરફથી સીએનજી ની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે.અમદાવાદમાં સીએનજી નો નવો ભાવ 79.59 રૂપિયા છે. અમદાવાદમાં અદાણી સીએનજી નો જૂનો ભાવ 1 એપ્રિલ પહેલા 74.59 રૂપિયા હતો.સતત વધી રહેલી મોંઘવારી થી પ્રજા પીડાઈ રહી છે..

Next Story