Connect Gujarat
ગુજરાત

દારૂબંધી છતા ડોલતું ગુજરાત ! ગુજરાતી પિયક્કડોએ બિહાર-રાજસ્થાનને પણ પાછળ છોડ્યું

દારૂબંધી છતા ડોલતું ગુજરાત ! ગુજરાતી પિયક્કડોએ બિહાર-રાજસ્થાનને પણ પાછળ છોડ્યું
X

તાજેતરમાં રાજ્યસભામાં એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ભારતના રાજ્યોમાં કેટલા પ્રમાણમાં દારૂ પીવાઇ રહ્યો છે તેના આંકડા રજૂ કરવામાં આવ્યા હતાં. સામાજિક અધિકારિતા અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ પરેશાન કરી મૂકે એવા છે. આ ડેટા નારાયણસ્વામી દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલ આંકડાઓ પર આધારિત છે.

આ ડેટા એઇમ્સ દ્વારા 2019 માં નેશનલ ડ્રગ યુઝ સર્વેમાં એકઠો કરવામાં આવ્યો હતો. આ ડેટા મુજબ ગુજરાતમાં 4.3% લોકો આલ્કોહોલ ડીપેન્ડન્ટ છે એટલે કે આ લોકો નિયમિત રીતે દારૂનું સેવન કરે છે અને તેને આધારિત છે. આમાં ક્યારેક ક્યારેક દારૂનું સેવન કરતાં લોકોનો સમાવેશ થતો નથી. વસ્તીના 4.3% લોકો એટલે 19.53 લાખ લોકો એડિક્ટ છે. આ આંકડો જ્યાં દારૂ પીવાની કાયદાકીય છૂટ છે એવા રાજ્યો કરતાં પણ વધારે છે.

રાજસ્થાનમાં 2.3% લોકો દારૂનું વ્યસન ધરાવે છે બિહારમાં 1% લોકો દારૂનું વ્યસન ધરાવે છે. તો જમ્મુ કશ્મીરમાં 4% જેટલો દારૂ પીવાય છે. આ સર્વેમાં કરવામાં આવેલા ચોંકાવનારા દાવાઓમાં એક દાવો એ પણ છે કે ગુજરાતમાં 8% લોકો ડ્રગ્સ અને દારૂના બંધાણી છે. એટલે કે 36.5 લાખ લોકો આ પ્રકારના નશાઓ પર આધારિત થઈ ગયા છે.

Next Story