ગુજરાતનો સમુદ્ર કિનારો બન્યો નશીલા પદાર્થનું આશ્રયસ્થાન, હવે નવસારીના દરિયા કિનારેથી મળ્યું ડ્રગ્સ

સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારે નધણિયાતી હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું હતું.

New Update

સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારે નધણિયાતી હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું હતું. સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પણ દક્ષિણ ગુજરાતના ડ્રગ્સની તપાસમાં જોતરાઈ ગઈ છે.

નવસારી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત 30 કરોડ 7 લાખ જેટલું મોટું ડ્રગ્સનું રેકેટ નવસારી જિલ્લા પોલીસના હાથે લાગ્યુ હતું. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચાંગલી ફળિયા ના દરિયા કિનારે 50 પેકેટ જેનું વજન 60 કિલોગ્રામ અસિસ નામનું નાર્કોટિક ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. અંદાજે ચાર મહિનાથી વધુ સમયથી દરિયામાં પડ્યું હતું અને પાંચ લેયરમાં પેકિંગ કરીને દરિયામાં બિનવારસી  હાલતમાં પડ્યું હતું.

જે દરિયા કિનારે તણાઈ આવ્યું હતું, પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી,જેમાં વલસાડ, સુરત અને હવે નવસારીમાં મોટા પાયે ડ્રગ્સનો જથ્થો મળી આવતા સ્ટેટની એજન્સીઓ પણ દોડતી થઇ ગઈ હતી.વલસાડ અને સુરત બાદ નવસારી જિલ્લામાં મળી આવેલા ડ્રગ્સમાં સામ્યતા જોવા મળી રહી છે.વલસાડ અને નવસારી દરિયા કિનારા થી મળી આવેલા ડ્રગ્સના જથ્થામાં સામ્યતા હોવાનું અને ઈરાન અથવા અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવ્યું હોવાનું પ્રાથમિક તારણ જિલ્લા પોલીસ લગાવી રહી છે. હાઈલી પ્યુરીફાઇડ ફોર્મમાં મળેલું ડ્રગ્સને લેબોરેટરીમાં મોકલી અને તેની સાંદ્રતા માપવાની પોલીસે કામગીરી હાથ ધરી હતી.

Latest Stories