Connect Gujarat
ગુજરાત

ગુજરાત: વિધાનસભા સત્રના બીજા દિવસે પણ ગૃહમાં હોબાળો, કેગનો રિપોર્ટ રજૂ કરાયો

કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવી જોર જોરથી તાળીઓ પાડીને ગૃહમાં રઘુપતિ રાઘવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાનની ધૂન શરૂ કરી હતી

ગુજરાત: વિધાનસભા સત્રના બીજા દિવસે પણ ગૃહમાં હોબાળો, કેગનો રિપોર્ટ રજૂ કરાયો
X

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના હોબાળાને લઈને 15 મિનિટ સુધી ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું . 15 મિનિટ બાદ ગૃહની કાર્યવાહી ફરીવાર શરૂ થતાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવી જોર જોરથી તાળીઓ પાડીને ગૃહમાં રઘુપતિ રાઘવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાનની ધૂન શરૂ કરી હતી. બીજી તરફ ગૃહમાં વિરોધપ્રદર્શન કરતાં વેલમાં પહોંચેલા કોંગ્રેસના 4 ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બાદમાં હોબાળો થતાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ કોંગ્રેસના ચાર સભ્યનું સસ્પેન્શનન રદ કર્યું હતું. હવે ફરીવાર કાર્યવાહી શરૂ થઈ છે અને બંને પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. ગૃહમાં રૂપાણી સરકારની કામગીરી, નિર્ણયોની ટીકા કરતો કેગનો અહેવાલ રજૂ કરાયો,

કેગના અહેવાલની બુકને બદલે સીડી આપવામાં આવી છે. કોરોના મુદ્દે સરકારની નબળી કામગીને લઈ પ્રશ્નો પૂછાતા હોબાળો થયો હતો કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પોસ્ટર્સ બતાવી વિરોધ કરી કેટલાક ધારાસભ્યો વેલામાં ઘૂસી અને વેલમાં બેસી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત,લલિત વસોયા, નૌશાદ સોલંકી, અમરીશ ડેર વેલમાં ઘૂસી આવતા વિધાનસભા અધ્યક્ષે 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. તો કોંગ્રેસના હોબાળાના કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે અધ્યક્ષે સસ્પેન્સ રદ્દ કરી દેવામાં આવતા ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી

Next Story
Share it