Connect Gujarat
ગુજરાત

ગુજરાત : સરકારી ભરતીમાં વ્યાપક કૌભાંડ,વાંચો ઉર્જા વિભાગમાં ક્યાં થઈ ગેરરીતિ

રાજ્યમાં ભરતીમાં સૌથી મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે એક પ્રેસ કોન્ફ્રન્સ કરી પરીક્ષામાં કૌભાંડના ગંભીર આરોપો લગાવ્યા છે.

ગુજરાત : સરકારી ભરતીમાં વ્યાપક કૌભાંડ,વાંચો ઉર્જા વિભાગમાં ક્યાં થઈ ગેરરીતિ
X

રાજ્યમાં ભરતીમાં સૌથી મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે એક પ્રેસ કોન્ફ્રન્સ કરી પરીક્ષામાં કૌભાંડના ગંભીર આરોપો લગાવ્યા છે. ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેમને સરકારી ખાતાઓમાં નોકરી અપાવવામાં આવે છે, તેવો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યા છે. આ કૌભાંડ દ્વારા કોને કોને લાભ લીધો છે, તેઓનું નામ પણ તેમણે લીધુ છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ, પ્રદિપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ ભરતી કૌભાંડનો લાભ લીધો છે, તેમ યુવરાજસિંહે જણાવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ઉર્જા વિભાગમાં ભરતીઓમાં કૌભાંડ થઈ રહ્યું છે.

યુવરાજ સિંહે ઉર્જા વિભાગની ભરતીની પરીક્ષામાં કૌભાંડ થયાના ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, આ કૌભાંડ એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા છે. તેમણે ઉમેર્યુ કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે. સાથે જ આ કૌભાંડમાં કોની સંડોવણી છે, તેઓનું નામ પણ તેણે આપ્યું છે. તેમણે જણાવ્યું કે ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે.

એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે. જ્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે.ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેઓની ભરતી કરવામાં આવે છે. કૌભાંડ આચરનાર અને કૌભાંડ કરી રહેલા લોકોના પુરાવા હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે.

Next Story