Connect Gujarat
ગુજરાત

ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો, સોનાની ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરાઈ

મળતી માહિતી અનુસાર પાટણના ધારપુર ગામ ખાતે સંગીતના એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર એટેક કરાયો હતો.

ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો, સોનાની ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરાઈ
X

ગુજરાતની લોકગાયિકા કાજલ મહેરીયા પર હુમલો થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાટણના ધારપુર ગામ ખાતે સંગીતના એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર એટેક કરાયો હતો. કેટલાક ઈસમોએ કાર્યક્રમ દરમ્યાન કાજલ મહેરીયા પર હુમલો કરી લૂંટ ચલાવી હતી. સોનાની ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરાઈ છે. જેમાં કાજલ મહેરીયાને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

જેના બાદ કાજલને પાટણ ધારપુરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલા બાદ કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. જેમાં રમુ દેસાઈ નામના શખ્સ સહિત અન્ય 4 શખ્સો સામે હુમલાની ફરિયાદ કરી છે. દિગડી ગામના રમુ દેસાઇએ કાજલ પર જૂની અદાવતને ધ્યાનમાં રાખીને હુમલો કર્યો હોવાનું કહેવાય છે.

Next Story