Connect Gujarat
ગુજરાત

ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને શનિવારે મળશે અર્જુન એવોર્ડ !

ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતું

ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને શનિવારે મળશે અર્જુન એવોર્ડ !
X

ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને શનિવારે અર્જૂન એવોર્ડથી નવાજવામાં આવશે.ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ સાથે ટેનીસ પ્લેયર અંકિતા રૈનાને પણ અર્જૂન એવોર્ડથી નવાજવામાં આવશે. ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું હતું. ભાવિનાએ ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ભાવિના પટેલને, રાજ્ય સરકાર વર્ગ -1 નાં સરકારી અધિકારી તરીકે નોકરી પણ પ્રદાન કરી શકે છે.ભાવિના પટેલ સાથે જ ટેનીસ પ્લેયર અંકિતા રૈનાને પણ શનિવારે અર્જૂન એવોર્ડથી નવાજવામાં આવશે.

ગુજરાતની અંકિતા રૈનાનો જન્મ અમદાવાદમાં થયો છે. તેમનાં પિતા રવિન્દરકૃષ્ણમૂળ કાશ્મીરના છે. અંકિતા રૈનાએ તેમના ઘરની નજીકની એકૅડમીમાં ચાર વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું. અંકિતા રવિન્દરકૃષ્ણ રૈના ભારતમાં મહિલા સિંગલ્સ અને ડબલ્સ બંનેમાં વર્તમાન સમયમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે. એપ્રિલ 2018 માંતેમણે પ્રથમ વખત ટોચની 200 સિંગલ્સ વર્લ્ડ રેન્કિંગમાં પ્રવેશ મેળવ્યો હતો, આ સિદ્ધિ હાંસલ કરનારાં તેઓ પાંચમાં ભારતીય ખેલાડી હતાં. અંકિતાએ સાઉથ એશિયન ગેમ્સ- 2016માં મહિલા સિંગલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા અને 2018 એશિયન ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

Next Story