Connect Gujarat
ગુજરાત

હું સીઆર પાટીલ બોલું છું બોલવું આરોપીને પડ્યું ભારે, જાણો પછી શું થયું..?

અમદાવાદ સાઇબર ક્રાઇમે એવા આરોપીની ધરપકડ કરી છે જેના પર રાજકીય હસ્તીઓ નામે અધિકારીઓને ધમકાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

હું સીઆર પાટીલ બોલું છું બોલવું આરોપીને પડ્યું ભારે, જાણો પછી શું થયું..?
X

અમદાવાદ સાઇબર ક્રાઇમે એવા આરોપીની ધરપકડ કરી છે જેના પર રાજકીય હસ્તીઓ નામે અધિકારીઓને ધમકાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મળતી માહિતી પ્રમાણે આરોપી ભરત વાઘાણી ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના નામે સરકારી કર્મચારીઓની બદલી માટે કોલ કરી દમ મારતો હતો.

આરોપી વાઘાણીએ 16 જૂનના રોજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર એન.જી શિલુંને ફોન કરી પોતે સી.આર પાટીલ બોલતા હોવાનું કહીને અમરેલી ક્લાર્ક ની બદલી કરવા માટે ફોન કર્યો હતો.આ ઉપરાંત કાર્યપાલક એન્જિનિયર ને એવી પણ ભલામણ કરેલી કે ક્લાર્ક કુલદીપ આઉટસોર્સિંગના માણસોને હેરાન કરતો હોવાની પણ ફરિયાદ ફોન પર કરેલી. આ વાતની જાણ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને થઈ હતી અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ પ્રકારે તે કેટલા સમયથી કરતો હતો અને આવી ધમકી આપીને તેણે કોઇ સરકારી કામકાજ ખોટી રીતે પાર પાડ્યા છે કે કેમ વગેરે મુદ્દે તપાસ ચલાવી છે આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે ભરત વાઘાણી પોતે કોન્ટ્રાક્ટર હોય આઉટસોર્સિંગના અલગ અલગ કામ રાખતો હતો. અમરેલી ક્લાર્કની બદલી કરાવવા માટે આ સમગ્ર તરકટ રચ્યું હતું. જોકે પોલીસે હવે એ બાબતે તપાસ શરૂ કરી છે કે અગાઉ પણ આ પ્રકારે અન્ય કોઈની બદલી કરાવી કે પૈસા પડાવ્યા છે કે કેમ?અત્રે ઉલ્લેખનીય છે કે, એક ખાનગી એપમાં પણ તેણે પોતાનું નામ સી.આર પાટીલ ગુજરાત ભાજપ તરીકે પ્રોફાઇલ બનાવી હતી. જેથી જ્યારે પણ તે કોઇને કોલ કરે તો આ નામ શો થતું હતું.

Next Story