Connect Gujarat
ગુજરાત

વાહન પર હશે કોઈ લખાણ તો થશે દંડ, વાહન વ્યવહાર વિભાગના આદેશ

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે આ પરિપત્ર અનુસાર. હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો લખ્યા છે

વાહન પર હશે કોઈ લખાણ તો થશે દંડ, વાહન વ્યવહાર વિભાગના આદેશ
X

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે આ પરિપત્ર અનુસાર. હવેથી ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણો લખ્યા છે તો મસમોટો દંડ ભરવો પડશે કારણ કે ગાંધીનગર વાહન વ્યવહાર વિભાગ દ્વારા મહત્વનો પરીપત્ર કરવામાં આવ્યો છે. વાહનો પર અનઅધિકૃત લખાણ દૂર કરવા પરિપત્ર જાહેર કરાયો છે.

રાજ્યમાં હવેથી ખાનગી વાહનો પર આ પ્રકારનું કોઈ પણ સ્ટીકર કે લખાણ લખનારા લોકો પર ટ્રાફિક પોલીસની બાજ નજર રહેશે. જે વાહન માલિક પોતાના વાહન પર આ પ્રકારનું કોઇ પણ લખાણ કે સ્ટીકર લગાવ્યુ હશે તો તેને પોલીસ દંડ ફટકારશે. ખાનગી વાહનો ઉપર પોલીસ કે MLA લખેલું હશે તો પણ દંડ થશે. વાહન વ્યવહારની જાહેર હિસાબ સમિતિમાં આ નિર્ણય લેવાયો છે. ખાનગી વાહનોમાં પ્રેસ, ડોક્ટર અને પોલીસ જેવા લખાણ વાહનો પર લખીએ છીએ પરંતુ જો તમારા વાહન પર પણ આવું કોઈ લખાણ હોય તો આજે જ હટાવી દેજો કારણ કે ટ્રાફિક પોલીસની નજરમાં આવી જશે તો તમારે મસમોટો દંડ ભરવો પડશે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ બાબતની જાણ તમામ આરટીઓ અને પોલીસ ખાતાને કરવામાં આવી છે.

Next Story