Connect Gujarat
ગુજરાત

કોરોનામાં સરકારી ચોપડે 10 હજાર 92 મૃત્યુ નોંધાયા, અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ

રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે, કોરોનાના કારણે 10 હજાર 92 લોકોનાં મૃત્યુ થયા છે. પણ અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ છે.

કોરોનામાં સરકારી ચોપડે 10 હજાર 92 મૃત્યુ નોંધાયા, અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ
X

રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે, કોરોનાના કારણે 10 હજાર 92 લોકોનાં મૃત્યુ થયા છે. પણ અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ છે. કોરોના સહાય માટે 43 હજારથી પણ ફોર્મ વહેંચાઇ ગયા છે. કોરોનાના કારણે મોતને લઈ શરૂઆતથી જ વિવાદ રહેલો છે. સરકારી આંકડાઓ અને વાસ્તવિક આંકડાઓમાં ફરક હોવાની ચર્ચા સતત ચાલતી રહી છે. અને હજુ પણ ખરેખર કોરોનાએ કેટલા લોકોનો ભોગ લીધો એ ચર્ચાનો વિષય છે. આ જ બાબતને કારણે કોરોનાના મૃતકોને સહાય મામલે પણ વિવાદ છે. કોરોના મૃતકોના વારસદારોને રૂપિયા 50 હજારની સહાય આપવાનું સરકારે નક્કી કરેલું છે.રાજ્યમાં સરકારી આંકડા પ્રમાણે, કોરોનાના કારણે 10 હજાર 92 લોકોનાં મૃત્યુ થયા છે. પણ અત્યાર સુધી કુલ 17 હજાર 800 લોકોને સહાય ચૂકવાઈ છે. કોરોના સહાય માટે 43 હજારથી પણ ફોર્મ વહેંચાઇ ગયા છે.26 હજારથી વધારે ફોર્મ તો ભરાઇને પણ પરત આવી ગયા છે. જેમાંથી 17 હજારથી વધારે લોકોને સહાય પણ ચૂકવાઇ ગઇ છે. સૌથી વધુ ફોર્મ ચાર મહાનગરોમાં વહેંચાયા છે. જેમાં અમદાવાદ શહેર-જિલ્લામાં 10 હજારથી વધારે ફોર્મ વહેંચાયા છે અને 5 હજાર 200થી વધુ ફોર્મ ભરાઇને પરત પણ આવી ગયા છે. વડોદરા શહેર-જિલ્લામાં 3 હજારથી વધારે ફોર્મ સામે 1500 ભરાઇ ગયા છે. સુરતમાં ચાર હજારથી વધારે ફોર્મ લોકો લઇ ગયા છે જ્યારે 1700થી વધુ ભરાઇ ગયા છે

Next Story