Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 937 કેસ નોંધાયા, 745 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 937 કેસ નોંધાયા, 745 દર્દીઓ થયા સાજા
X


રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ઉપાધિજનક કેસો સામે આવી રહ્યા છે. રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 937 કેસ નોંધાયા છે અને આજે કોરોનાને કારણે અમદાવાદના એક દર્દીનું મૃત્યુ નીપજ્યું હોવાનું પણ જાહેર થયું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 937 કેસ ઉમેરાયા છે વધુમાં અને અમદાવાદના એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ નીપજ્યું હોવાનું પણ જાહેર થયુ છે. ઉપરાંત કોરોનાને માત આપીને આજે કુલ 745 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદના એક દર્દીનું મૃત્યુ થયું છે. તો બીજી તરફ કોરોનાના 937 કેસ ઉમેરાતા રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5470 પહોચી ગઈ છે અને હાલ કોરોનાગ્રસ્ત કુલ 11 દર્દીઓની સ્થિતિ ગંભીર હેવાથી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. તેમ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયુ છે. બીજી તરફ આજે રાજ્યભરમાં કુલ 3.01 લાખ નાગરિકોનું રસીકરણ કરાયું છે અને અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.36 કરોડ ડોઝ અપાયા છે તથા હાલ ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.68 ટકા પહોચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે આવેલા કોરોના પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 311 કેસ, વડોદરામાં 119 કેસ અને મહેસાણામાં 66 કેસ નોંધાયા છે તે જ રીતે ગાંધીનગરમાં 79 કેસ, સુરતમાં 69, સાબરકાંઠામાં 32 અને રાજકોટમાં 46, આણંદમાં 14, જામનગરમાં 14, પાટણમાં 14, નવસારીમાં 13, મોરબીમાં 12, અમરેલીમાં 10, પોરબંદરમાં 10 કેસ સામે આવ્યા છે. વધુમાં ભરૂચમાં 8, ખેડામાં 7, અરવલ્લીમાં 4, દ્વારકામાં 4, સુરેન્દ્રનગરમાં 4, જુનાગઢમાં 5, ગીર સોમનાથમાં 2, તાપીમાં 2, ભાવનગરમાં 25, બોટાદ અને દાહોદમાં એક-એક કેસ સાથે રાજ્યભરમાં 937 કેસ નોંધાયા છે.

Next Story