Connect Gujarat
ગુજરાત

નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાતે ફરી એક વાર બાજી મારી,વાંચો કેમ મેળવ્યો સર્વોચ્ચ ક્રમાંક

નીતિ આયોગે રાજ્ય ઊર્જા એન્ડ જળવાયુ સૂચકાંક-ચક્ર 1માં ગુજરાતે મોટા રાજ્યોમાં ટોપ સ્થાન મેળવ્યું છે

નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાતે ફરી એક વાર બાજી મારી,વાંચો કેમ મેળવ્યો સર્વોચ્ચ ક્રમાંક
X

દેશભરમાં ગુજરાતે નીતિ આયોગની export readiness index 2021ના દ્વિતિય વર્ઝનમાં ટોપ સ્થાન જાળવી રાખ્યું છે. હવે ગુજરાત વધુ એક સૂચઆકમાં નંબર વન રાજ્ય બનીને ઉભરી રહ્યું છે. નીતિ આયોગે રાજ્ય ઊર્જા એન્ડ જળવાયુ સૂચકાંક-ચક્ર 1માં ગુજરાતે મોટા રાજ્યોમાં ટોપ સ્થાન મેળવ્યું છે.આ સૂચઆંકનો ઉદ્દેશ્ય છ માપદંડો પર રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના રેંકીંગ કરવાના છે. જેમાં વિજળી વિતરણ કંપનીનું પ્રદર્શન, ઊર્જા દક્ષતા અને ઉર્જાની પહોંચ સામેલ છે. નીતિ આયોગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગુજરાત બાદ કેરલ અને પંજાબનું સ્થાન છે.

આ યાદીમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યો સૌથી પાછળ છે. નાના રાજ્યોમાં ગોવા સૂચકાંકમાં સૌથી ઉપર છે. ત્યારબાદ ત્રિપુરા અને મણિપુર નું સ્થાન છે. એસઈસીઆઈ ચક્ર-1નો ઉદ્દેશ્ય છ માપદંડો પર રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના રેંકીંગ કરવાનું છે.આ માપદંડમાં 1 વીજળી વિતરણ કંપની (ડિસ્કોમ)નું પ્રદર્શન, ઉર્જાની પહોંચ, વહનિયતા તથા વિશ્વસનિયતા, સ્વચ્છ ઉર્જા પહેલ, ઉર્જા દક્ષતા, ટિકાઉ પર્યાવરણ તથા નવી શરૂઆત સામેલ છે. આ માપદંડ માં કુલ 27 સંકેતક સામેલ છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સૂચકાંક નો ઉપયોગ કરીને પોતાના માપદંડોની સરખામણી કરી શકશે. વધુ સારી નીતિ વ્યવસ્થા વિકસિત કરવામાં સક્ષમ કરશે.

Next Story