Connect Gujarat
ગુજરાત

"ગુરુ સાથે મુલાકાત": સીએમ ભૂપેન્દ્ર પટેલે આનંદીબેન પટેલ સાથે કરી શુભેચ્છા મુલાકાત

ગુરુ સાથે મુલાકાત: સીએમ ભૂપેન્દ્ર પટેલે આનંદીબેન પટેલ સાથે કરી શુભેચ્છા મુલાકાત
X

રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સામાજિક કારણોસર 2 દિવસ ગુજરાત આવ્યા છે, જે દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને જઈ શુભેચ્છા મુલાકાત કરી હતી. આનંદીબેન પટેલે શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલના જૂથના માનવામાં આવે છે. ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં જ્યારે રાજ્યના નવા મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું ત્યારે તેમણે કહ્યું હતું કે બેનના આશીર્વાદ તેમના પર છે અને હંમેશા રહેશે.ભુપેન્દ્ર પટેલનું આનંદીબેન પટેલના ઘરે કુમકુમ તિલક કરવામાં આવ્યું અને શાલ પણ ઓઢાડી હતી મુખ્ય પ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી દરબારમાં જશે અને પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરશે. નવ નિયુક્ત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારે એક દિવસના દિલ્હી પ્રવાસે છે. જ્યાં પ્રધાનમંત્રી સહિત મોવડી મંડળ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે. ભૂપેન્દ્ર પટેલના સોમવારના કાર્યક્રમ પર નજર કરીએ તો તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરશે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરશે, જ્યારે સાંજે 4 કલાકે પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા બેઠક યોજશે.

Next Story