જંબુસર : વિશ્વ હીંદુ પરિષદના ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ, 100 બોટલ રકત થયું એકત્રિત

ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર ખાતે રવિવારના રોજ રકતદાન શિબિર યોજવામાં આવી હતી.

New Update
જંબુસર : વિશ્વ હીંદુ પરિષદના ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ, 100 બોટલ રકત થયું એકત્રિત

ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસર ખાતે રવિવારના રોજ રકતદાન શિબિર યોજવામાં આવી હતી.

જંબુસરના લીમચ રોડ પર આવેલાં સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવારના રોજ રકતદાન શિબિર યોજવામાં આવી હતી. કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજ તેમજ આમોદના સ્વામીનારાયણ મંદિરના મહંત ડી.કે.સ્વામી તેમજ મહેમાનોની હાજરીમાં રકતદાન શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી. રકતદાન શિબિર દરમિયાન 100 બોટલ રકત એકત્રિત કરાયું હતું. વિશ્વ હીંદુ પરિષદના જંબુસર પ્રખંડના નેજા હેઠળ શિબિર યોજવામાં આવી હતી. વિશ્વ હીંદુ પરિષદ તરફથી જીલ્લા સહમંત્રી વીએચપી ભુપેન્દ્ર પંચાલ, દક્ષિણ ગુજરાત પ્રાંત સત્સંગ સંયોજક ગોવિંદ પટેલ, સહિત બિપીન પટેલ, ચંદ્રકાંત પટેલ સહિતના હોદેદારો હાજર રહયાં હતાં. આ પ્રસંગે બજરંગદળના જીગર ગાંધી, શકિત પટેલ, રાકેશ સોલંકી, હર્ષદ પંચાલ પણ ઉપસ્થિત રહયાં હતાં.

Latest Stories