જામનગર : હોમગાર્ડ દ્વારા યોજાયેલ તિરંગા યાત્રાને સાંસદ સભ્ય સહિત મહાનુભાવોએ પ્રસ્થાન કરાવી...

સમગ્ર દેશની સાથે જામનગરમાં આઝાદી કા અમ્રુત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર હોમગાર્ડ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

સમગ્ર દેશની સાથે જામનગરમાં આઝાદી કા અમ્રુત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર હોમગાર્ડ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાંસદ સભ્ય સહિત મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરવવામાં આવી હતી.

જામનગર જિલ્લા હોમગાર્ડ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 4 દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાની વિશેષતા એ હતી કે, તિરંગાની થીમ ઉપર ભાઈઓ તથા બહેનોએ ગણવેશ ધારણ કર્યો હતો. હોમગાર્ડ કચેરી ખાતેથી સાંસદ પૂનમ માડમ, ભાજપ શહેર અધ્યક્ષ વિમલ કગથરા, મેયર બિના કોઠારી, એચ.જે.લાલ ટ્રસ્ટના જીતુ લાલ અને હોમગાર્ડ કમાન્ડર સુરેશ ભીંડી દ્વારા આ યાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરવવામાં આવી હતી. જે યાત્રા જિલ્લા હોમગાર્ડ કચેરીથી સાત રસ્તા, જોલી બંગલો, હવાઈચોક, ચાંદીબજાર, દિપક ટોકીઝ, અંબર ટોકીઝ થઈ લાલ બંગલા સર્કિટ હાઉસ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી, તેમજ આ તિરંગા યાત્રામાં 400 જેટલા હોમગાર્ડ જવાનો જોડાયા હતા.