જામનગર: માવઠાની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં જણસની આવક કરવામાં આવી બંધ

જામનગરમાં હવામાન વિભાગની આગાહીના ગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં અનેક જણસોની આવક બંધ કરવામાં આવી છે

New Update
જામનગર: માવઠાની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડમાં જણસની આવક કરવામાં આવી બંધ

જામનગરમાં હવામાન વિભાગની આગાહીના ગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં અનેક જણસોની આવક બંધ કરવામાં આવી છે તેમજ જે આવક છે તેને સાંજ સુધીમાં હરાજી કરી નાખવા સૂચના આપવામાં આવી છે.

જામનગરમાં હવામાન ખાતાની માવઠાની તારીખ 4 માર્ચથી 8 માર્ચ સુધીની આગાહીના કારણે હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં જે જણસો ઉતારવામાં આવે છે જેમ કે લસણ, મગફળી, એરંડા, ધાણા, કપાસ, ઘઉં અને ડુંગળી જેવી તમામ આવક આજે સવારથી સદંતર નવી જાહેરાત ના થાય ત્યાં સુધી બંધ કરવામાં આવી છે તેમજ હાલ જે માલ ખુલ્લામાં પડ્યો છે તેની આજે હરાજી કરી તે માલ વેપારીઓ દ્વારા ઉપાડી લેવામાં આવશે અને સલામત સ્થળે રાખી દેવામાં આવશે તેમજ વેપારીઓને પણ યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે વેપારીઓનો ખરીદેલ માલ જે ખુલ્લામાં પડ્યો હોય તે વરસાદના કારણે કોઈપણ પ્રકારનો બગાડ ના થાય તે પ્રમાણે સલામત સ્થળે રાખી દેવા સૂચના આપવામાં આવી છે