Connect Gujarat
ગુજરાત

જામનગર : હિન્દુ સેના દ્વારા જાહેર સ્થળો પરથી દેવી-દેવતાઓના ફોટો હટાવવાની કામગીરી શરૂ

જામનગર : હિન્દુ સેના દ્વારા જાહેર સ્થળો પરથી દેવી-દેવતાઓના ફોટો હટાવવાની કામગીરી શરૂ
X

જામનગર શહેરના જાહેર માર્ગ પર આવેલ કોમ્પલેક્ષ તેમજ ઓફિસની દીવાલ અને રસ્તાની બાજુઓ પર દેવી-દેવતાઓના ફોટો અને ટાઇલ્સ ચિપકાવી ધર્મનું અપમાન કરનારાઓને હિન્દુ સેનાએ ચેતવણી આપી હતી. શહેરના હિન્દુ અપંગ આશ્રમ પાછળની દીવાલો, પવનચક્કી વિસ્તાર તેમજ અન્ય સ્થળો પર દેવી-દેવતાઓના ફોટા ઉતારી લેવા માટે લોકોને ચેતવ્યા હતા, ત્યારે હિન્દુ સેના દ્વારા આજથી એક મહિના સુધી દેવી-દેવતાઓના ફોટા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જોકે, શહેરમાં દેવી-દેવતાનું અપમાન કરતા ફોટા અને ટાઇલ્સને હિન્દુ સેનાના સભ્યો દ્વારા જાતે જ દૂર કરી લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃત થવા અપીલ કરવામાં આવી હતી, ત્યારે આ અભિયાન આગામી એક મહિના એમ સમગ્ર જુલાઈ માસ સુધી ચાલશે તેમ હિન્દુ સેના દ્વારા જણાવાયું છે.

Next Story