Connect Gujarat
ગુજરાત

જામનગર : દડિયાના ગ્રામજનોએ વર્ષો જૂની પરંપરા જીવંત રાખી, સારો વરસાદ વરસે તે માટે બનાવ્યા "મેઘલાડું"

જામનગર : દડિયાના ગ્રામજનોએ વર્ષો જૂની પરંપરા જીવંત રાખી, સારો વરસાદ વરસે તે માટે બનાવ્યા મેઘલાડું
X

જામનગર નજીક આવેલા દડિયા ગામના ગ્રામજનો દ્વારા વર્ષો જૂની પરંપરા જીવંત રાખતા આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખી સમગ્ર જામનગરમાં સારો વરસાદ વરસે તે માટે 400 કિલો મેઘલાડું બનાવવામાં આવ્યા હતા, ત્યારે આ મેઘલાડું દડિયા ગામ સહિત આજુબાજુના પશુધનને ખવડાવવામાં આવ્યા હતા.

સમગ્ર જામનગર જીલ્લામાં ચોમાસા દરમ્યાન સારો વરસાદ વરસે તે માટે મેઘરાજાને રીઝવવા મોટી સંખ્યામાં મેઘલાડું બનાવવાની છેલ્લા 50 વર્ષથી પરંપરા ચાલતી આવી છે, ત્યારે દડિયા ગામના ગ્રામજનો દ્વારા વર્ષો જૂની પરંપરાને જીવંત રાખી આગામી સમયમાં ખૂબ સારો વરસાદ વરસે તે માટે 400 કિલો મેઘલાડું બનાવવામાં આવ્યા હતા.

જોકે, આ મેઘલાડું દડિયા ગામ તેમજ આજુબાજુના ગામોના પશુધનને ખવડાવવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ દડિયા ગામના ગ્રામજનો દ્વારા ગામના ચોરે 400 કિલો મેઘલાડું બનાવી પશુધનને ખવડાવ્યા હતા. આ આયોજન આગામી દિવસોમાં ચોમાસાનું આગમન થવાનું હોય, ત્યારે જામનગરમાં સારો વરસાદ આવે અને સમસ્ત લોકો અને પશુ-પ્રાણીઓનું કલ્યાણ થાય, લોકો સુખી થાય તેવી ભગવાનને પ્રાર્થના સાથે વર્ષો જૂની પરંપરા જીવંત રાખવામાં આવી છે.

Next Story