Connect Gujarat
ગુજરાત

જામનગર : 70 વર્ષની ઉમરે દોડ સ્પર્ધામાં લીધો ભાગ, 100 મેડલ પોતાના નામે કરી, પૂરી કરી સેન્ચ્યુરી

X

નિવૃત બેન્ક કર્મચારીએ હાંસલ કરી અનોખી સિધ્ધી

70 વર્ષની ઉમરે મેળવ્યા 100 મેડલ

અનેક લોકો માટે બન્યા પ્રેરણાદાયી

જામનગરના નિવૃત બેન્ક કર્મચારીએ 70 વર્ષની ઉમરે વિવિધ દોડ સ્પર્ધામાં ભાગ લઈ 100 મેડલ પોતાના નામે કર્યા છે તેમજ 100 મેડલ મળતા મનસુખભાઈએ પરિવારજનો અને મિત્રો સાથે ઉજવણી કરી હતી

જામનગરના મનસુખભાઈ નાકરાણી 2013માં બેન્કમાંથી નિવૃત થયાં ત્યાર બાદ તેમણે સ્પોર્ટ્સમાં ભાગ લેવાનું નક્કી કરી પ્રેક્ટિસ શરુ કરી હતી. 2015 માં વાલસુરા નેવીમાં પ્રથમ હાલ્ફ મેરેથોનમાં પ્રથમ મેડલ મેળવ્યો, અને ત્યારે નક્કી કર્યું કે 75 વર્ષની ઉંમર થાય ત્યારે 75 મેડલ મેળવવા. પરંતુ ભારત 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવવાની શરૂઆત કરી ત્યારે મનસુખભાઇ 70 વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે મનસુખભાઇએ મેડલ ની સેન્ચ્યુરી પૂર્ણ કરી છે. આ ઉપરાંત વર્ષ દરમ્યાન મનસુખભાઈએ હર્ષદ માતાજી, ઉમિયા ધામ સીદસર, સિદ્ધિ વિનાયક સપડા, શનિદેવ હાથલા, દ્વારકા, ખોડલ ધામની પદયાત્રા પણ કરેલ છે. નિવૃતી બાદ પણ દરરોજ એવરેજ 12 કિલોમીટરનું વોકિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત ખેલ મહાકુંભમાં બે વખત રસ્સાખેંચમાં જિલ્લા ચેમ્પિયન થઇ રાજ્ય કક્ષાએ રમવા પણ ગયેલ છે.

Next Story