જામનગર : શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલન યોજાયું, 950 બહેનો જોડાયા....

શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
જામનગર : શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલન યોજાયું, 950 બહેનો જોડાયા....

જામનગરમાં શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 950 જેટલી ઉત્સાહી બહેનો જોડાયા હતા.

નારી તું નારાયણી એ કહેવતને આજે આપણા દેશની મહિલાઓએ સાર્થક કરી બતાવી છે. ત્યારે નારી શક્તિને ઉજાગર કરતો કાર્યક્ર્મ જામનગર ખાતે યોજાયો હતો. શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 950 જેટલી ઉત્સાહી બહેનો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા પ્રદર્શનીના ઉદઘાટન અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. નારી સંમેલન સમિતિની 30થી વધુ બહેનોની અનેક દિવસોની અથાગ મહેનતના ફળ રૂપે આ કાર્યક્ર્મ પાર પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અંતે સમૂહ ભોજન લઈને અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગૌ આધારિત વસ્તુઓ તથા રાષ્ટ્રીય, સામાજિક તથા સ્ત્રીઓને લગતા વિષયો માટેના ઉતમ સાહિત્યના પુસ્તકો પણ વેચાણ માટે રાખેલ હતા, જેનો અનેક બહેનોએ લાભ લીધો હતો.

Latest Stories