Connect Gujarat
ગુજરાત

જામનગર : મેયરના હસ્તે તિરંગા વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાયો, 35 રૂ.ના દરે શહેરીજનોને મળશે તિરંગો...

જામનગર : મેયરના હસ્તે તિરંગા વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાયો, 35 રૂ.ના દરે શહેરીજનોને મળશે તિરંગો...
X

આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવ ખાતે મેયર બિના કોઠારીના હસ્તે તિરંગા વેચાણ સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન અન્વયે જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 7 જગ્યાએ તિરંગા વેચાણ સ્ટોલ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં લાખોટા તળાવ ગેટ નંબર 1 પાસેના તિરંગા વેચાણ કેન્દ્રને મેયર બીના કોઠારીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગા વેચાણ કેન્દ્ર ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાં 35 રૂપિયાના દરે 1 રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે. દરેક વિસ્તારમાં શહેરીજનોને સરળતાથી રાષ્ટ્રધ્વજ મળી રહે તેવા આશય સાથે જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક, DKV સર્કલ, દિગ્વિજય પ્લોટ, ચાંદી બજાર, હવાઈ ચોક, પંપહાઉસ લાલપુર રોડ, સમર્પણ સર્કલ ખંભાળિયા બાયપાસ ખાતેથી શહેરની સંસ્થાઓ, મંડળો, શાળાઓ રાષ્ટ્રધ્વજ વિતરણ કેન્દ્ર પરથી તિરંગાની ખરીદી કરી શકશે. આ કાર્યક્રમમાં મેયર બીના કોઠારી, કમિશનર વિજયકુમાર ખરાડી, આસિ. કમિશનર બી.જે.પંડ્યા, ડે.મેયર તપન પરમાર, શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

Next Story